અડાજણ: સુરતના અડાજણમાં મેકઅપ આર્ટિસ્ટ યુવતીને માર મારીને ૨૦ હજારનો મોબાઈલ ફોન લૂંટી લીધો
Adajan, Surat | Oct 30, 2025 અડાજણ વિસ્તારમાં આવેલા ભૂમિ કોમ્પ્લેક્સ પાસે કેદારનાથ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગઇકાલે મંગળવારે બપોરે મેકએપ આર્ટિસ્ટનું કામ કરતી યુવતી સાથે વાહન પાર્ક કરવા મામલે માથાભારે હેમંત ઉર્ફે હેમુ પરદેશી સહિત પરિવારે પાવડા વડે હુમલો કર્યો હતો. તેમજ યુવતીનો ૨૦,૦૦૦ની કિંમતનો મોબાઈ લ ફોન લૂંટી લીધો હતો. આ બનાવમાં રીઢા હેમુ પરદેશી અને પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે વોન્ટેડ તેની પત્નીની ધરપકડ કરી છે.