જુનાગઢ જિલ્લામાં જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત — 1000થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષણિક પરિવારની ઉપસ્થિતિથી ગૌરવમય આગમન,અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા દેશવ્યાપી આયોજિત જનજાતિ ગૌરવ કળશ યાત્રાનો 17 નવેમ્બર 2025ના રોજ જુનાગઢ જિલ્લાના વિવિધ કોલેજ કેમ્પસોમાં ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યો. આ યાત્રાનો મુખ્ય હેતુ જનજાતિ વીર પુરુષો, ખાસ કરીને બિરસા મુંડા જી,ના બલિદાન અને શૌર્યને નમન કરી યુવાઓમાં રાષ્ટ્રીય ચેતના જગાડવાનો છે.