ભરૂચ તાલુકાના કંથારીયા ગામ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોને ઇજાઓ પહોંચી હતી.ભરૂચ જિલ્લામાં અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આજે ભરૂચ તાલુકાના કંથારીયા ગામ પાસે હાઈવા,કાર અને રીક્ષા તેમજ એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ જેટલા લોકોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.