જામનગર શહેર: દિગ્જામ મીલ સહિતના વિસ્તારોમાં મહોરમ પર્વ નિમિતે રોઝા એ હુસેનનું વિશાળ ઝુલુસ નીકળ્યું
જામનગર સહિતના જિલ્લાઓમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, મહોરમ માસના 1 તારીખથી નવ દિવસ સુધી ઠેર ઠેર વાએઝ શરીફનું આયોજન કરવામાં આવે છે, ત્યાર બાદ યોમ એ આશુરાના દિવસે રોઝા એ હુશેન પળમાં આવે છે અને વિશાળ ઝુલુસ કાઢવામાં આવે છે. જામનગરમાં હઝરત ઈમામ હુસેનની યાદમાં નાના મોટા અનેક રોઝા એ હુશેન બનાવવામાં આવે છે. શહેરના બેડી શરીફ, દરબાર ગઢ, દિગ્જામ મીલ સહિતના વિસ્તારોમાં રોઝાએ હુશેનના વિશાળ ઝુલુસ નીકળવામાં આવ્યા હતા.