શહેરમાં વધતા એર પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા નવસારી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નગર નિયોજક કચેરી દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલી અંદાજિત 250થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટ્સની મુલાકાત લઈને તમામને ગ્રીન સેફ્ટી નેટ, બેરિકેડિંગ તથા ડસ્ટ કંટ્રોલ સિસ્ટમ્સ ફરજિયાત રીતે સ્થાપિત કરવાની સુચના આપવામાં આવી છે. બાંધકામ દરમ્યાન ઊભરતી ધૂળ, કચરો અને સૂક્ષ્મ કણો હવાના ગુણવત્તામાં ઘટાડો ન કરે તે માટે આ કાર્યવાહી અત્યંત જરૂરી બની છે.