ધોળકા: BAPS સ્વામિનારાયણ મંદિર ધોળકા ખાતે બાળકોને કીટ વિતરણ અને નિવૃત શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
આજરોજ તા... 15/10/2025 ના રોજ બપોરે એક વાગે મળેલી માહિતી મુજબ ધોળકા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ધોળકા તાલુકા પ્રાથમિક શિસક સંઘ અને ધોળકા તાલુકા શિક્ષક પરિવાર દ્વારા દિવાળી પર્વ " પ્રભુવત્સલ બાળકો " માટે કીટ વિતરણ અને વય નિવૃત શિક્ષકોનો સત્કાર સમારંભ યોજાયો હતો. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ખોડુભાઇ પઢિયાર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશ્વિનકુમાર સોલંકી વગેરે હાજર રહ્યા હતા.