મોરબી: મોરબીમાંથી 852 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી પકડવાના ગુનામાં બે આરોપીની ધરપકડ: બે દિવસના રિમાન્ડ મંજૂર
Morvi, Morbi | Nov 28, 2025 મોરબીમાં જલારામ પાર્ક અને અમૃતપાર્ક વચ્ચેથી ઇકો કાર પસાર થઈ રહી હતી તેને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે ઇકોના ચાલકે કારને મારી મૂકી હતી અને આગળ જઈને કાર છોડીને વાહન ચાલાક નાસી છૂટ્યો હતો જેથી પોલીસે કાર ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની નાની મોટી કુલ મળીને 852 બોટલો મળી આવી હતી જેથી દારૂ, મોબાઈલ અને કાર મળીને 10.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે હાલમાં બે આરોપીને પકડ્યા છે