દેવગઢબારીયા: તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત સાગટાળા પોલીસ સ્ટેશન ખાતે ખોવાયેલ મોબાઇલ મૂળ માલિકને પરત કરાયો
આજે તારીખ 02/11/2025 રવિવારના રોજ સવારે 11 કલાકે આપેલ માહિતી અનુસાર તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત સાગટાળા પોલીસ દ્વારા એક સરાહનીય કાર્ય હાથ ધરાયું.સાગટાળા પોલીસે CEIR પોર્ટલનો ઉપયોગ કરીને અશ્વિનભાઈ ચંદ્રસિંહ બારિયા, રહે. આકલી નાઓ, તેમનો ખોવાયેલ મોબાઈલ ફોન જેની કિંમત રૂ. 17,500/-, શોધી કાઢી અને માલિકને પરત આપવામાં આવ્યો.આ પ્રામાણિક કામગીરી દ્વારા સાગટાળા પોલીસ સ્ટાફે પ્રામાણિકતા અને ફરજપ્રત્યેની નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.