કતારગામ: સરથાણા વિસ્તારમાંથી મહિલા પીએસઆઇ ઠગ આરોપીને ટ્રેપની જાળ બિછાવી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Katargam, Surat | Oct 31, 2025 તમે અત્યાર સુધી એવા અનેક કિસ્સા જોયા હશે જેમાં પોલીસે હનીટ્રેપમાં ફસાવતી મહિલાઓને ઝડપી હશે. પણ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલા PSI શીતલ ચૌધરીએ શાતિર આરોપી ગિરીશને દબોચવા માટે ‘હનીટ્રેપ’ની જાળ બિછાવી હતી.મહિલા PSI શીતલે પૂજા બનીને એક ‘ગુડ મોર્નિગ’નો મેસેજ કર્યો ને ઠગ ગિરીશ ગાંડો થયો. રોજ-રોજ ગુડ મોર્નિંગથી લઇને દિલની વાતો..એકબીજાની અંગત વાતો, દિલની ઈમોજી, I LOVE U, I MISS Uની 25 દિવસની મીઠી-મીઠી વાતો ને આખરે મુલાકાતનો સમય નક્ક.