ભરૂચ જિલ્લામાં કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં તારીખ ૧૯ ડીસેમ્બર ૨૦૨૫ થી ૨૧ મી ડીસેમ્બર૨૦૨૫ ના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે “સશક્ત નારી મેળા” ૨૦૨૫નું આયોજન કરાયું છે. ત્યારે સંભવત “સશક્ત નારી મેળા”નું ઉદઘાટન પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરિયા (રા.ક.મંત્રી) અને બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગુજરાત ચેરમેનશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર હેઠળ શુભારંભ કરવામાં આવનાર છે.