તળાજા: પ્રધાનમંત્રી શ્રી ની ભાવનગર મુલાકાત ને લઈને તળાજા પ્રાંત અધિકારી કચેરી ખાતે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું
આગામી તા. 20 સપ્ટેમ્બરે ગુજરાતના પનોતા પુત્ર, લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભાવનગર જવાહર મેદાન ખાતે કાર્યક્રમને અનુલક્ષીને તળાજા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓની ઉપસ્થિતમાં સંકલન બેઠકમાં હાજરી આપી જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું!