સુરત: માનવતા અને લોહીના સંબંધોને લજવતી એક ચોંકાવનારી ઘટના સુરતના નાનપુરા વિસ્તારમાં સામે આવી છે. મિલકત પચાવી પાડવાની જીદમાં એક રિક્ષાચાલક પિતાના પુત્રએ મધ્યરાત્રિએ ઘરમાં આગ લગાડી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.નાનપુરાની જમરૂખગલીમાં આવેલા ગોવર્ધનવાડમાં ઉમેશ બાબુ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. ઉમેશભાઈએ પોતાના મકાનનો ગ્રાઉન્ડ ફ્લોર વિશાલ નામના વ્યક્તિને સાઈન બોર્ડની દુકાન માટે ભાડે આપ્યો હતો.