બાવળા: કુંવાર ગામમાં મહિલા કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ કાર્યક્રમ યોજાયો
તા. 13/10/2025, સોમવારે રાત્રે આઠ વાગે સાણંદ તાલુકાના કુંવાર ગામમાં મહિલા કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ, ઉપપ્રમુખ અમૃતા દાસ ગુપ્તા, અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિમિષાબેન મકવાણા તથા કુંવાર ગામની મહિલાઓ અને આસપાસના ગામની મહિલાઓ હાજર રહ્યા હતા. સહી ઝુંબેશ કાર્યક્રમ પણ યોજાયો હતો.