ભાભર: ભાભરના રૂની થી ચાતરા જતો રોડ ખખડધજ બન્યો રોડ વાહન ચાલકો સહિત મુસાફર જનતા હેરાન પરેશાન
ભાભર-સુઈગામ નેશનલ હાઈવે પર આવેલા રૂની ગામના બસ સ્ટેન્ડથી ચાત્રા તરફ જતો ચાર કિલોમીટરનો ડામર રોડ સાંકડો બની ગયો છે. લાંબા સમયથી સમારકામ ન થતાં રોડ બંને બાજુથી તૂટી ગયો છે જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોએ આ રોડના તાત્કાલિક પેવર કામ માટે તંત્રને રજૂઆત કરી છે.આ સિંગલ પટ્ટી રોડ ચલાદર, મેશપુરા અને ચાત્રા એમ કુલ ત્રણ ગામોને નેશનલ હાઈવે સાથે જોડે છે આ મહત્વપૂર્ણ માર્ગના ઝડપી સમારકામ માટે ગામલોકોએ તંત્ર સમક્ષ માંગણી કરી