પુણાગામ apmc માર્કેટ બહાર આપ ના ધરણા અને દેખાવ,હદવડ ની ઘટનાને લઈ વિરોધ નોંધાવી રહેલા આપ કાર્યકરોની અટકાયત
Majura, Surat | Oct 13, 2025 બોટાદના હડવદ માં બનેલી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળ્યા છે.પુણાગામ સ્થિત apmc માર્કેટ બહાર આપ પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ હાથમાં પ્લેકાર્ડ સાથે ધરણા અને દેખાવ કર્યો હતો.માથે અને હાથ પર કાળી પટ્ટી બાંધી ભાજપ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો.જ્યાં વિરોધ નોંધાવી રહેલા કાર્યકરો અને નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.જે દરમ્યાન પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે રીતસર ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. તમામની અટકાયત કરી પુણા પોલીસ મથકે લઇ જવાયા.