ગણદેવી: બીલીમોરા શહેરના દુષિત પાણીનું શુદ્ધિકરણ — સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રોજ 5.3 MLD પાણી સુધાય છે
શહેરના પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે સ્થાપિત સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) ની મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે અહીં દરરોજ આશરે 5.3 મિલિયન લિટર દુષિત પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. શહેરમાંથી આવતું ગંદું પાણી આધુનિક ટેકનોલોજી દ્વારા વિવિધ તબક્કામાં ટ્રીટમેન્ટ કરીને સ્વચ્છ કરવામાં આવે છે. શુદ્ધ થયેલું પાણી બાદમાં વિવિધ ઉપયોગ માટે પુનઃપ્રયોજનમાં લેવામાં આવે છે.