બગુમરા ગામે રહેતા ગીતાબેન મિત્તલકુમાર કાનાણીએ અગરબત્તીનો વ્યવસાય કરવા માટે કડોદરા ખાતે રહેતા સોનીના વેપારી વિનોદ મીઠાલાલ જૈન પાસેથી ઉછીના નાણાં લીધા હતા. નાણાં પરત ન આપતા તેના બદલામાં આપવામાં આવેલ ચેક બેંકમાં જમા કરતાં પરત ફર્યો હતો. આ મામલે ફરિયાદી વિનોદ જૈને એડવોકેટ રાકેશ કે. શાહ મારફતે પલસાણા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે. જે. આહુજા ની કોર્ટએ આરોપીને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા રૂપિયા એક લાખનું વળતર 30 દિવસમાં ચૂકવવાનો હુકમ કર્યો