ઉમરગામ: ઉમરગામ તાલુકા પંચાયતમાં આદિક કર્મયોગી અભિયાન અંગે જાગૃતિ બેઠક યોજાઈ
ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આદિક કર્મયોગી અભિયાન અંતર્ગત એક દિવસીય જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવેલી યોજનાઓ ગ્રામ્ય સ્તરે લાભાર્થીઓ સુધી અસરકારક રીતે પહોંચે તે માટે કર્મયોગીઓને જવાબદારી સોંપવામાં આવી છે.