ચીકટિયા ગામે નવીન નિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગ્રામજનો, આંગણવાડી કર્મચારીઓ તથા સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા. નવા આંગણવાડી કેન્દ્રથી ગામના બાળકો અને માતાઓને પોષણ, આરોગ્ય અને પ્રારંભિક શિક્ષણ સંબંધિત સેવાઓ વધુ સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ થશે, જે ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.