ખેરાલુ: ખેરાલુ પોલીસે બાલાપીર નજીકથી 806 ગ્રામ સાથે એક ઈસમ ઝડપ્યો
સામે આવતી પ્રેસનોટ મુજબ ગઈકાલે રાતે બાતમીના આધારે બાલાપીર નજીકથી 806 ગ્રામ પ્રતિબંધિત ગાંજા સાથે એક ઈસમને પકડી પાડી જેલ હવાલે કર્યો છે. ખેરાલુ શહેર અને તાલુકામાં નશાનો કારોબાર ફુલ્યો ફાલ્યો છે ત્યારે ખેરાલુ પોલીસે 806 ગ્રામ જેટલો ગાંજો પકડી પાડતા ગુનેગારોમાં ફફડાટ પણ જોવા મળ્યો છે.