વડોદરા: કલાલી વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ,રોડ નદી વહેતી થઈ
વડોદરા : એક તરફ પીવાના પાણીની બુમરાણો ઉઠી રહી છે લોકોને પીવાનું ચોખ્ખુ પાણી મળતું નથી અને દૂષિત પાણી મળી રહ્યું છે. તેવામાં ફરી પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ સર્જાવાની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે કલાલી વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું.આજ વિસ્તારમાં અગાઉ પણ બે જગ્યા પર પાણીની લાઈન લીકેજ થઈ હતી.તેવામાં આ ત્રીજી જગ્યા પર લીકેજ થયું હતું.