ખેરગામ: ખેરગામના મિયાઝરી સવાર ફળિયા ખાતે ખેતરમાં ઝેરી સાપ ડંખ મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું
ખેરગામ પોલીસમાં શ્રી હોસ્પિટલ ના ડોક્ટર લોચન શાસ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી ને જણાવ્યું હતું કે ભોગ બનનાર બાબુભાઈ બચુભાઈ ગાવીત જેવો પોતાના ખેતરમાં ઘાસચારો કાપવા ગયા હતા તે વખતે જમણા પગમાં ઝેરી સાપ કરડી જતા ભોગ બનનારને વાસદાની શ્રી હોસ્પિટલમાં દાખલ કરેલ છે હાલમાં સારવાર ચાલુ છે પેશન્ટ ભાનમાં નથી જે અંગે પોલીસે જાણવા જોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.