વલસાડ: ચાલુ ટ્રેનમાંથી મુસાફરી કરતા પેસેન્જર ના મોબાઇલ ફોન ઝૂંટવી લઈને નાસી જતા મોબાઈલ ફોન ચોરી કરનારને સચિનથી ઝડપી લાવી
Valsad, Valsad | Oct 28, 2025 મંગળવારના 6:30 કલાકે પ્રેસનોટ દ્વારા આપેલી વિગત મુજબ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના નોંધાયેલી મોબાઇલ ચોરીની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં ભીડનો લાભ મોબાઇલ ચોરી કરનાર આરોપી સચિન રેલવે સ્ટેશન ઓવરબ્રિજ નીચેથી એક શંકાસ્પદ ઈસમ મળી આવ્યો હતો.જેને પૂછપરછ કરતા અને તેના ચેક કરતા તેની પાસેથી ચોરાયેલો 8000 કિંમતનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે તેના વલસાડ રેલવે પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.