રાજ્યના દરિયાઈ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાના ભાગરૂપે આપવામાં આવેલી સૂચના અન્વયે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જખૌ સેક્ટરના DySP આર.એમ.ચૌધરીના નેતૃત્વમાં મરીન કમાન્ડોની ટીમે પિંગલેશ્વર અને સીંધોડીના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન સુરક્ષા જવાનોએ સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. જેમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ, અજાણી બોટ કે ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી ધ્યાને આ