ધારી: વન વિભાગ દ્વારા ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરતા ઇસમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
Dhari, Amreli | Nov 2, 2025 ધારી વન વિભાગ દ્વારા ગેરકાયદેસર જંગલમાં પ્રવેશ કરતા ઇસમને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં નાયબ વન સંરક્ષક વિકાસ યાદવ દ્વારા આવા ઈશમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે સૂચન આપેલી હોય તે મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યોતિબેન વાંઝા ના માર્ગદર્શન હેઠળ સરસિયા રેંજના સ્ટાફ દ્વારા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર સાગર રાણાવડીયા ઉંમર વર્ષ 20 ને ફિલ્મી ઢબે ઝડપી લીધો હતો,વન વિભાગ દ્વારા આ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...