રણમાં ડીઝલનો કાળો ધંધો:આર્ચીયન કંપની પાસે 18,300 લિટર ડીઝલ સાથે ૩ ઈસમોની ધરપકડ.કચ્છના રણ વિસ્તારમાં ડીઝલનું ગેરકાયદેસર વેચાણ થતી હોવાની મળતી ફરીયાદોના પગલે જિલ્લા કલેકટરની સૂચન મુજબ જિલ્લા પુરવઠા વિભાગે 07 ડીસેમ્બરના હાજીપીર ગામ બાજુ આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આર્ચીયન કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. કંપનીની આસપાસના રસ્તા ઉપરથી કોઈપણ પ્રકારની પરવાનગી, આધાર કે બિલ વિના ડીઝલ ભરેલ કુલ 4 ટાંકાઓ મળી આવ્યા હતા.