વડોદરા પૂર્વ: આજે સાંજે દિવ્યાંગ ગરબા મહોત્સવ:રાજ્યભરના 4000થી વધુ દિવ્યાંગ ખેલૈયાઓ ગરબા રમશે: પ્રોમો લોન્ચ કરાયો
દર વર્ષે દશેરા પછી બીજા દિવસે આ ગરબાનું આયોજન કરવામાં આવે છે. દિવ્યાંગજનો હજારોની ભીડમાં મોટા ગરબા મહોત્સવમાં ભાગ લઈ શકતા નથી, ત્યારે તેઓ માટે અહીં મળતું મોકળું મેદાનએ મોટા ગરબાથી પણ વિશેષ છે. આ ગરબા મહોત્સવમાં મેલ સિંગર દિવ્યાંગ છે. ગરબામાં દિવ્યાંગ ખેલૈયા ટ્રાઈસીકલ, કાખઘોડી લઈને પણ ગરબે ઘૂમે છે. ટ્રસ્ટ દ્વારા અગાઉ જે દિવ્યાંગોના લગ્ન કરાવી અપાયા છે તેવા દિવ્યાંગ કપલો ગરબે રમવા આવે છે.