જૂનાગઢ: ગુજસિટોકના ગુન્હામાં ફરાર બંગલા ગેંગ ના ચાર શખ્સો ના પોલીસે શહેરમાં વોન્ટેડ ના લગાવ્યા પોસ્ટર
જૂનાગઢમાં બંગલા ગેંગ તરીકે કુખ્યાત ચાર શખ્સો સામે ગુજસીટોક અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી જે ગેંગના ચારેય શખ્સો હાલ ફરાર છે જેને પકડવા માટે હાલ પોલીસે તેના ફોટો સાથે ચારેકોર પોસ્ટર લગાવ્યા છે.ગેંગના ભાવેશ ઉર્ફે ભાવિન બઢ, દિલીપ ઉર્ફે દિલા છેલાણા, નીલેશ ઉર્ફે નીલુ બઢ અને જાદવ ઉર્ફે લાખો હુંણ નામના ચાર શખ્સોને પકડવા માટે અંતે પોલીસે રાજકોટ સ્પેશીયલ કોર્ટમાંથી બિન મુદ્દતી વોરંટ મેળવીને આરોપીને પકડવા માટે તેના ફોટો સાથે ચારેકોર પોસ્ટર લગાવ્યા છે.