ખાવડામાં બિનઅધિકૃત ગેસના સિલિન્ડરોનો જથ્થો ઝડપાયો કચ્છના ખાવડા વિસ્તારમાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસમાં એક દુકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ગેસના બોટલો ઝડપાયા છે. તંત્રએ કુલ ૧૧ કોમર્શિયલ અને ૭ ઘરેલુ ગેસ સિલિન્ડર સહિત કુલ ₹૧,૦૧,૨૪૪નો મુદ્દામાલ સીઝ કર્યો છે. કાળાબજારી રોકવા માટે આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.