ઉધના: સુરત:દિવાળીની સુરતીઓએ ધૂમ ફટાકડા ફોડી ઉજવણી
કરી: 400 મેટ્રિક ટન કચરો વધુ નીકળ્યો, મનપાનું આખી રાત મેગા સફાઇ અભિયાન
Udhna, Surat | Oct 21, 2025 પ્રકાશના પર્વ દિવાળીએ સુરતીઓએ ધામધૂમથી ઉજવણી કરી હતી, જેના પરિણામે શહેરમાં કચરાના પ્રમાણમાં જંગી વધારો જોવા મળ્યો હતો. મનપા સફાઈ તંત્રએ આ વધારાના ભારણને પહોંચી વળવા માટે દિવાળીની રાત્રે જ મેગા સફાઈ અભિયાન હાથ ધરીને શહેરને ફરીથી સ્વચ્છ બનાવી દીધું હતું.દિવાળીના તહેવાર દરમિયાન લોકો ઘરોની અને પરિસરની સફાઈ કરતા હોવાથી તેમજ રાત્રે જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોવાથી કચરાનો જથ્થો સામાન્ય સરખામણીએ ઘણો વધી જાય છે.