જૂનાગઢ: મિશ્ર ઋતુના કારણે સિવિલ હોસ્પિટલમાં શરદી ઉધરના કેસમાં વધારો, ડેન્ગ્યુ , ચિકનગુનિયા, ટાઇફોડ ના કેસ નોંધાયા
જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં મિશ્ર ઋતુના કારણે શરદી, ઉધરસ અને તાવના કેસોમાં વધારો નોંધાયો છે. ઓક્ટોબર મહિનામાં શરદી ઉધરસના 200 કેસ નોંધાયા. ડેન્ગ્યુના 20, ચિકનગુનિયાના 3 અને ટાઈફોડના 6 કેસ પણ નોંધાયા છે. લોકોને ખોરાકમાં સાવચેતી રાખવાની અને મચ્છરથી બચવા માટે ઘર આસપાસ સ્વચ્છતા જાળવવાની અપીલ કરી છે. નાના બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવાની સલાહ આપવામાં આવી છે.