જામજોધપુર: જામજોધપુરની બજારમાં અવનવા ફટાકડા, બાળકોમાં ભારે ઉત્સાહ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં દિવાળીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય ત્યારે બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે જામજોધપુરમાં અનેક વિસ્તારમાં આવેલી બજારોમાં લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે ફટાકડાની દુકાન તથા કપડાં સહિતની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી