બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ શહેરના બસસ્ટેન્ડ પાછળ રહેતા ફરિયાદી વિજયભાઈ કાળુભાઇ પરમાર નામનો યુવાન પોતાના ઘેર જમવા ગયો ત્યારે આરોપી ઉમેશ બચુભાઇ રાઠોડ, પ્રકાશ રાઠોડ અને જીતુભાઇ જગાભાઇ રાઠોડએ જુના ઝઘડાનો ખાર રાખી ફરિયાદી પર ધોકા અને તલવાર વડે હુમલો કરી માર મારી ફરિયાદીના ત્રણ મોટર સાયકલમાં તોડફોડ કરી જાનથી મારી નાખવા ધમકી આપી હોય, જેથી આ બનાવ અંગે ગઇકાલે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.