મોબાઇલ અને ટીવીના અતિરેકથી તો બાળકો રમતગમત અને શારીરિક કસરતથી બિલકુલ વિમુખ થતાં જાય છે. તેથી બાળકોને ફરી રમતગમત, કસરતો અને પ્રકૃતિ સાથે જોડવા અને તેમના શારીરિક તથા માનસિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આઝાદ ક્લબ કેશોદ દ્વારા “માઉન્ટ એડવેન્ચર ચેલેન્જ” અંતર્ગત પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધા અક્ષયગઢ રાણીંગપરા ખાતે યોજાઈ હતી, જેમાં કેશોદના ઉત્સાહી બાળકોનો અદ્ભુત પ્રતિસાદ જોવા મળ્યો.