વંથલી તાલુકાના સુખપુર ગામમાં છેલ્લા 15 દિવસ બાદ ફરી એક વખત દીપડો દેખાતા સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. અગાઉ 15 દિવસ પહેલા એક દીપડાને વન વિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવ્યો હતો. પરંતુ ગઈ રાત્રે ફરી દીપડો દેખાતા ગ્રામજનોમાં હાહાકાર મચી ગયો છે.દીપડો માર્ગ પરથી પસાર થતા લોકોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.