કાલોલ તાલુકાના રતનપૂરા ગ્રામ પંચાયતમાં આવેલ ગોકળપુરા ગ્રામ જનોનો આઝાદીના 75 વર્ષ પછી પણ હજુ માણસ અંતિમ સંસ્કાર કરવા જવા માટે રસ્તાનો અભાવ હોવાનું ગામલોકોએ જણાવ્યું છે.જેમાં હમણાં બે ત્રણ દિવસ પહેલા એક વ્યક્તિનું મરણ થતાં સ્મશાન તરફ જવાના રસ્તા ઉપર જતાં ભારે હાલાકીનો સામનો કરી જતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેથી વેહલી તકે આ રસ્તો બનાવવામાં આવે તેવી લોકમાંગ છે.