સુઈગામ: સુઈગામ તાલુકાના આગેવાનોએ તાલુકાના વિવિધ ગામોના બુથ પર મુલાકાત કરી
બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અંતર્ગત, સુઈગામ તાલુકાના આગેવાનોએ આજે તાલુકાના વિવિધ ગામોમાં બૂથ લેવલ ઓફિસરો (BLOs)ની મુલાકાત લીધી હતી.આ આગેવાનોએ ભરડવા, ગોલપ, ગોલપ નેસડા, પાડણ, રડોસણ, મેઘપુરા અને જેલાણા સહિતના ગામોની મુલાકાત લીધી હતી. તેમણે BLOs સાથે મતદાર યાદી સુધારણાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે ચર્ચા કરી હતી