કલોલ દીવાની ફોજદારી કોર્ટમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી
Kalol City, Gandhinagar | Jun 5, 2025
કલોલ દીવાની ફોજદારી કોર્ટમાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કલોલ બાર એસોસિએશન અને કોર્ટ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કલોલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ડી.વી. શાહે ભાગ લીધો. તેમની સાથે કલોલ પ્રિન્સિપાલ એન્ડ સિવિલ જજ એન.જે. ન્યાયી, કોર્ટ જજ પ્રિયા દુઆ અને વી.એચ. ઠાકર પણ તેમજ કલોલ બાર એસોસિએશનના પ્રમુખ રાજેશ પટેલે સહિતના મહાનુભાવો વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો.