ગાંધીનગર: બારડોલી થી નીકળેલી સરદાર સન્માન યાત્રાનું સ્વાગત મુખ્યમંત્રીએ સેકટર 12 ઉમિયા મંદિર ખાતે કર્યું
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, બારડોલીથી સોમનાથ સુધીની નિકળેલી 'સરદાર સન્માન યાત્રા' આજે (15 સપ્ટેમ્બર) ગાંધીનગર આવી પહોંચી હતી. આ યાત્રાનું સેકટર 12 ઉમિયા માતાના મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. આ યાત્રામાં સરદાર પટેલના સ્ટેચ્યુ સાથેના રથ ઉપરાંત અંદાજિત 80 જેટલી ગાડીઓ પણ જોડાઈ હતી. આ અવસરે ગાંધીનગરના રાજવી પરિવારોનું પણ ખાસ સ્વાગત કરાયું હતું.