સાણંદ: દારૂ ભરેલી આઇસર પલટી, રસ્તા પર બોટલનો ઢગલો, સાણંદમાં અકસ્માત સર્જાયો, 31st પહેલાં દારૂની રેલમછેલ
અમદાવાદના સાણંદના મુનિઆશ્રમ પાસેથી પસાર થઈ રહેલી દારૂ ભરેલી આઈસર પલટી જતાં રસ્તા પર દારૂની બોટલો પથરાઈ હતી. એના કારણે આસપાસ એકત્ર થયેલા કેટલાક લોકો દારૂની બોટલો લઈ ચાલતા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ટોળાને વેરવિખેર કર્યું હતું. સ્થાનિકોની મદદથી દારૂનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરવામાં આવી છે....