વાવ: ખડોલ ગામે પાણીની વચ્ચે ઘાસની ગાડીમાં આગ લાગતા અફરા તફરી સર્જાઈ..
આજરોજ રવિવારના સાંજના સમયે વાવ તાલુકાના ખડોલ ગામે પાણીની વચ્ચે ઘાસની ગાડીમાં આગ લાગતા અફરા તફરી સર્જાઇ હતી. સરહદી વિસ્તારના ખડોલ ગામની ઘટના સામે આવી છે. ગાડીમાં પશુઓ માટે સરકારી ઘાસ ભરેલો હતો. જ્યારે ગાડીમાં આગ લાગતા સરકારી ઘાસ બળીને ખાખ થયું હતું .સ્થાનિક લોકોએ પાણી નાખીને આગને કંટ્રોલમાં લીધી હતી .જ્યારે શોર્ટ સર્કિટથી આગ લાગ્યા નું અનુમાન જોવા મળ્યું છે