ઊંઝામાં અંદાજિત 495 લાખ  રૂપિયાના કામોનું ધારાસભ્ય  કિરીટ કુમાર કે પટેલ વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું
Mahesana City, Mahesana | Oct 30, 2025
આજ રોજ સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માંથી અન્ડર બ્રીજ થી ફલકું વેહરા સુધી તેમજ દિવ્ય ચોકડી થી કાળકા માતા મંદિર સુધી  વરસાદી પાઇપલાઇન તેમજ ડામર કરવાના કામનું અંદાજિત રકમ રૂપિયા 495 લાખ ધારાસભ્ય કિરીટ  પટેલ અને  પ્રમુખ જિજ્ઞાબેન ડી પટેલ (મિલન)ના વરદ  હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવ્યું. જેમાં ભાજપના શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ, ભાજપના હોદ્દેદારો , નગરપાલિકાના કોર્પોરેટરઓ ,નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા