ઉમરપાડા: કોલવણ ગામના ખેડૂત છગનભાઈના ડાંગરને વાવાઝોડાથી નુકસાન નહીં, પ્રાકૃતિક ખેતી રંગ લાવી
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કોલવાણ (ડોંગરીપાડા) ગામના ખેડૂત છગનભાઈ વીરજીભાઈ છેલ્લા સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તાજેતરમાં દકિ્ષણ ગુજરાતમાં આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, ત્યારે છગનભાઈના ડાંગરના પાકને સહેજ પણ અસર થઈ નથી.