ઉધના: સુરતમાં ગોડાદરાની યુવતીને “હું લગ્ન મંડપમાં આવી તારા અને તારા પરિવાર પર એસિડ નાંખીશ'
Udhna, Surat | Oct 12, 2025 સુરતમાં ગોડાદરાની યુવતીને ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા યુવક સાથે પ્રેમ કરવાનું ભારે પડી ગયું હતું. પોતે પરિણીત હોવા છતાં પીડિતાને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં પીડિતાએ સંબંધ તોડી નાંખતા સરાજાહેર છેડતી કરી પીડિતા અને તેના પરિવાર પર એસિડ ફેંકવાની પણ ધમકી આપી હતી. પોલીસે રાહુલ ગોલ્ડન સામે ગુનો નોંધ્યો હતો.ગોડાદરામાં યુવતીને વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ આઈડી પર મિસ્ટર ગોલ્ડન ૯૧૮૧ નામની આઈડી પરથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે રિકવેસ્ટ એક્સેપ્ટ કરી હતી .