પુણા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં જાહેરમાં ઓટલા પર જુગાર રમતા પાંચ ઇસમોની પોલીસે કરી અટકાયત,રોકડ સહિતની મત્તા કરી જપ્ત
Majura, Surat | Oct 13, 2025 સુરત ની પુણા પોલીસે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા છે.સોમવારે સાંજે સાત કલાકે પુણા પોલીસે આપેલી માહિતી મુજબ,રવિવારે પુણા સ્થિત કૃષ્ણા નગર સોસાયટીના ઓટલા પર જુગાર રમતા પાંચ ઇસમોને પુણા પોલીસે ઝડપી પાડ્યા હતા.જ્યાં સ્થળ પરથી અંગઝડતી અને દાવ પરના મળી કુલ 10,400 ની મત્તા ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી પુણા પોલીસે હાથ ધરી હતી.