જામનગરનાં શિપિંગ ઉદ્યોગપતિ પાસેથી ફિલ્મ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીએ રૂપિયા એક કરોડની રકમ ઉછીની લીધી હતી. આ રકમની ચુકવણી માટે સંતોષીએ આપેલો ચેક રિટર્ન થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. આ મામલે જામનગર કોર્ટે ફટકારેલી ફિલ્મ ડાયરેક્ટરને બે વર્ષની સજા સેશન્સ કોર્ટે યથાવત રાખી છે