જૂનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા ને લઇ મોટા સમાચાર, વરસાદના કારણે પરિક્રમા રૂટ ના રસ્તાઓ બન્યા ખરાબ ,DCF એ માહિતી આપી
જુનાગઢમાં 2 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા પહેલા કમોસમી વરસાદે વિઘ્ન ઊભું કર્યું છે. વરસાદને કારણે જંગલના 36 કિમી પરિક્રમા રૂટ પર કાદવ અને કિચડ છવાતા રસ્તાઓ ખરાબ બન્યા છે. વન વિભાગે અન્નક્ષેત્ર અને ઉતારા મંડળોને અપીલ કરી છે કે હાલ ભારે વાહનો જંગલ વિસ્તારમાં ન ચલાવે, કારણ કે ફસાવાની શક્યતા છે. સાથે જ વૃદ્ધો અને બાળકોને પરિક્રમા ટાળવાની વિનંતી કરવામાં આવી છે.