ગણદેવી: પોષણ ઉત્સવ-૨૦૨૫માં ગણદેવીની આંગણવાડી કાર્યકર વૈશાલી હળપતીની ‘માતૃશક્તિ ટીએચઆર અને ફણગાવેલા મગની કટલેશ’ પ્રથમ ક્રમે
નવસારી જિલ્લામાં યોજાયેલા પોષણ ઉત્સવ-૨૦૨૫ અને વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલી વાનગી સ્પર્ધામાં ગણદેવી ઘટક-૧ની આંગણવાડી કાર્યકર વૈશાલી હળપતીએ તૈયાર કરેલી ‘માતૃશક્તિ ટીએચઆર અને ફણગાવેલા મગની કટલેશ’ પ્રથમ ક્રમે રહી હતી. પોષણ અને સ્વાદથી ભરપુર આ વાનગીમાં ફણગાવેલા મગ તેમજ ટીએચઆર પેકેટનો ઉપયોગ કરીને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સનું ઉત્તમ સંયોજન રજૂ કરવામાં આવ્યું હતું. વૈશાલીબેને જણાવ્યું કે આ સરળ અને ઝડપી બનતી વાનગી કુપોષણ દૂર કરવા દરેક ઘરમાં અપનાવવી.