કુંકાવાવ: વડીયા બસ સ્ટેન્ડ સામે અકસ્માતની બની ઘટના, ટ્રક વીજ પોલ સાથે અથડાયો
વડિયાના આંબેડકર નગર પાસે બસ સામે આ મોટી દુર્ઘટના બનતા રહી ગઈ. જાણવા મળતી વિગતો મુજબ અમરેલી તરફ જતા ટ્રક ટ્રેકથી ઉંચે હાઈટમાં કોઈ વસ્તુ ભરેલી હતી સામે બસ આવતા ઓછા પહોળા રસ્તામાં ટ્રક સાઈડ માં લેવા જતા ચાલુ વીજ પોલ નો ભાગ ટ્રક સાથે ભરાયો હતો અને માનવ વસવાટ વાળા વિસ્તાર માંથી પસાર થતા મુખ્ય રોડ પર પોલ ભાગતા સદનશીબે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.આ ઘટના બનતા આ વિસ્તાર માં વસવાટ કરતા લોકોના ટોળા ઉમટ્યા હતા અને થોડીવાર ટ્રાફિકસર્જાયો હતો..