મોરવા હડફના કુવાઝર ખાતે કુવાઝર પંચાયત થી ચાંદપુર સુધીના અંદાજે રૂ.235 લાખના ખર્ચે નિર્માણ થનાર રસ્તા કામનું ભૂમિપૂજનનો કાર્યક્રમ આજે રવિવારના રોજ મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં ધારાસભ્ય નિમિષાબેન સુથારના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતુ જ્યારે આ પ્રસંગે બક્ષીપંચ મોરચા પ્રમુખ વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રામભાઈ બારીઆ,રણજીતભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ પુરોહિત અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા